RIRS – ઓપરેશન જે હાલ માં પથરી માટે સૌથી નવીન પધ્ધતિ છે, એ આવી. આ પદ્ધતિ માં શરીર માં કોઈ પણ વાઢકાપ કે કાણા કર્યા વગર પથરી ને લેસર ની મદદ થી ભુક્કો કરવા માં આવે છે. એ ભુક્કો કે ચૂરો પછી પેશાબ માં જાતે નીકળી જાય છે. RIRS એ આજ ના સમય ની સૌથી અદ્યતન પ્રક્રિયા છે, જેણે પથરી ના ઓપરેશન ને રક્તસ્ત્રાવ અને દુખાવા મુક્ત કરી આપ્યું છે. આ ઓપરેશન પછી દર્દી સામાન્ય રૂપે બીજા દિવસે હોસ્પિટલ થી રજા લઈ શકે છે અને પોતાની રોજિંદી જિંદગી માં વહેલી તકે કાર્યરત થઈ શકે છે. સામાન્ય રૂપે ઓપરેશન પછી કિડની માં એક સ્ટેન્ટ મુકવા માં આવે છે જેને 1 મહિના પછી કાઢી દેવા માં આવે છે.
જુનવાણી થઈ ગયા એ દિવસો જ્યારે બાટલા ચઢાવીને પથરી નીકળી જશે એવું માનવામાં આવતું હતું. હવે સચોટ, સમયસર અને સટીક નિદાન અને નિવારણ શક્ય છે અને સફળતા પૂર્વક સિદ્ધ કરી શકાય છે.
તો ..
પથરી એટલે
પથારી નહીં,
પથરી એટલે
યોગ્ય સલાહ અને તકેદારી,
કિડની બચાવો,
જિંદગી બચાવો…
RIRS – Operation which is currently the most innovative method for stones. In this method, the stones are crushed with the help of laser without any cuts or holes in the body. It is excreted in the urine on its own. RIRS is the most advanced procedure today, which has made stone surgery free from bleeding and pain. After the operation, the patient can usually leave the hospital the next day and return to work as early as possible in his daily life. A stent is usually placed in the kidney after the operation which is removed after 1 month.
Gone are the days when it was believed that the stone would be removed by pouring the bottle. Accurate, timely and accurate diagnosis and prevention is now possible and can be successfully accomplished.
તો ..
પથરી એટલે
પથારી નહીં,
પથરી એટલે
યોગ્ય સલાહ અને તકેદારી,
કિડની બચાવો,
જિંદગી બચાવો…